Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

જસદણ ભાજપ દ્વારા કાશ્મીર વિજય દિજસની ઉજવણી

જસદણ ખાતે ભાજપ પરિવાર દ્વારા કાશ્મીર માંથી કલમ ૩૭૦ અને ૩૫-એ ને બંધારણીય રીતે નાબુદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ પ્રધાન અમીતભાઇ શાહના ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો. જાહેર માર્ગો પર ફટાકડા ફોડયા તેમજ લોકોને પેંડા આપીને મો મીઠા કરાવ્યા હતા. આ તકે શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ જે.પી.રાઠોડ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ, અરૂણભાઇ વઘાસીયા દુર્ગેશભાઇ કુબાવત ગેલાભાઇ ગળીયા વોર્ડ નંબર-ર ના નગરપાલિકા સદસ્ય રેવાભાઇ માલધારી, અશોકભાઇ રબારી, સાગરભાઇ મકવાણા, હકુભાઇ બાવળીયા કાર્તિકભાઇ સહિતના સભ્યોએ ઉજવણી કરી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(12:06 pm IST)