Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ભાવનગરમાં ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

ભાવનગર તા. ૮ :.. શહેરનાં જશોનાથ સર્કલ પાસેથી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મૌલીક ઉર્ફે જાદુગર કૌશીકભાઇ પટેલ ઉ.૩ર (રહે. અમદાવાદા અતુલ્યમ ફલેટ) ને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પડી જતાં મોત

ભાવનગર શહેરનાં કાળુભા રોડ પર આવેલ બિલ્ડીંગમાં કલર કામ કરતાં અકસ્માતે પડી જતાં પ્રમોદભાઇ પરબતભાઇ કુરાવાહા (ઉ.૩પ) નું ગંભીર ઇજા થતાં મોત નિપજયુ હતું.

જયારે સિહોર તાલુકાનાં મોટા સુરકા ગામે રહેતાં ધનીબેન તુલસીભાઇ ધંધુકીયા ઉ.૬૦ નું ઘરે પડી જતાં ઇજા થતાં અત્રેની સરટી હોસ્પીટલમાં સારવર દરમ્યાન મોત નિપજયું હતું.

(12:02 pm IST)