Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

હળવદના વેગળવાવ રોડ પર બ્રોડબેન્ડની ખોદકામથી અકસ્માત સર્જાવાનો ભય

હળવદ તા.૦૮ :તાલુકાના વિવિધ ગામડાઓમાં બ્રોડબેન્ડની સુવિધા માટે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લીમીટેડ દ્વારા આર.ઓ.ડબલ્યુને ઓ.એફ.સીને શરતોને આધીન કેબલ નાખવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે તાલુકાના વેગડવાવ રોડપર બ્રોડબેન્ડ માટે થતી કામગીરીમાં નિયમોનો ઉલાળીયો કરી મનફાવે તેવી કામગીરી થઈ રહી છે અકસ્માત સર્જાય તો નવાઈ નહીં ??

હળવદના વેગડવાવ રોડપર છેલ્લા કેટલાય સમયથી રોડની બાજુમાં ખોદકામ થઈ રહ્રયું છે અને તેની માટી રોડપર ઢગલા કરવામાં આવી રહ્રયાં છે ત્યારે આ માટીના ઢગલાના કારણે  અકસ્માત સર્જાવાની ભીતિ ઉભી થઈ છે.માર્ગ અને મકાન વિભાગના મંજુરી નિયમો જણાવે છેકે ગ્રામ્ય વિસ્તારોમાં રોડથી ૭ મીટર દૂર ખોદકામ કરવુ, દોઢ મીટર જમીનમાં ઉંડી નાખવી,વૃક્ષ કાઢવા માટે મંજૂરી મેળવવી,ખોદકામ બાદ જેતે સ્થિતિમાં પુરાણ કરવુ,જરૂર જણાય ત્યાં ડાયવર્ઝન કે પછી સિક્યુરિટી ગાર્ડ મુકવો અને રાત્રી દરમિયાન લાલ લાઈટો વાળા બેનરો સહિતના નિયમો પાળવા પડે છે ત્યારે નિયમોને નેવે મુકી કામ કરતી એજન્સીને નોટિસ ફટકારી અને ટેલીફોનિક ચેતવણી આપવા છતાં મનમાની ચલાવી રહ્રયાં હોવાની લોકચર્ચાઓ જાગી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે હળવદના વેગડવાવ રોડપર થોડા દિવસો પહેલાં એક ખાનગી સ્કુલ બસ બ્રોડબેન્ડના કરેલા ખોદકામમાં ફસાઈ ગઈ હતી અને પલટી મારતા બચી ગઈ હતી અને ૪૦ જેટલા બાળકોનો આબાદ બચાવ થયો હતો ત્યારે હાલમાં જ્યારે વરસાદી વાતાવરણ વચ્ચે ફરી અકસ્માત સર્જાય તો નવાઈ નહીં.

(11:56 am IST)