Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ઉમેજની સિમમાં મહિલા ઉપર હુમલો કરનાર દીપડાને પકડવા પાંજરા મુકાયા

ઉના તા ૮  : તાલુકાના ઉમેજ ગામની સીમમાં ખેતરની ઓરડીમાં સુતેલ મહીલા ઉપર હુમલો કરનાર દીપડાને પકડવા વનખાતાએ પાંજરા મોકલાવ્યા છે.

રાત્રીના ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં શરીફાબેન હસનભાઇ જત (ઉ.વ.૩૮) વાળા ઓરડીમાં સુતા હતા ત્યારે શિકારની લાલચમાં દિપડો આવી ચડી મહીલાના માથામાં પંજો મારી ઢસડવા જતા રાડા રાડી કરતા લોકો જાગી જતા દિપડાના પંજામાંથી મહીલાને છોડાવી, ઉના દવાખાને સારવાર માટે લાવેલ છે. ડોકટરે માથામાં ટાંકા લઇ સારવાર આપી છે, ભયમુકત જણાવેલ છે. વન અધિકારીને જાણ થતા આ માનવી ઉપર હુમલો કરના દિપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:52 am IST)