Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વલ્લભીપુરમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઘનશ્યામ ડાબસરાને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર એસઓજી પોલીસે વલ્લભીપુરમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઘનશ્યામ ડાબસરાને દબોચી લીધો છે ભાવનગર  જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સપેકટર એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફએ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે વલ્લભીપુર, મફતનગરમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઇસમ ઘનશ્યામભાઇ બાબુભાઇ ડાબસરા( ઉ.વ.૪૦ રહેવાસી- વલ્લભીપુર જી.ભાવનગર વાળા)ને વરલી મટકાના આંકડા લખેલ ચિઠ્ઠીઓ નંગ-૩ તથા રોકડ રૂપિયા ૧૦,૫૫૦/- તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.૧૧,૦૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે

  મજકુરના વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

    આ કામગીરીમાં એસ.ઓ.જી.ના I/C પોલીસ ઇન્સપેકટર એન.જી.જાડેજા સા.ના સુચનાથી પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા વલ્લભીપુર પો.સ્ટે.ના સ્ટાફના માણસો જોડાયા હતા

(10:19 pm IST)