Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

લકઝરી બસમાંથી ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ક્લીનરને દબોચી ૩૦,૫૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 

ભાવનગર :ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે લકઝરી બસની ડિકીમાં છુપાવેલા વિદેશી દારૂના જથથાસ સાથે કલીનરને દબોચી લઈને 30,500નો મુદામાલ જપ્ત કર્યો હતો ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.

 

 

 

 

 

 ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,મુંબઇથી દિવ જતી અતિથી ટ્રાવેલ્સ નામની લકઝરી બસમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો આવે છે.જે લકઝરી બસ જવેલ્સ સર્કલ માંથી પસાર થવાની છે. જે બાતમી આધારે બસની વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી રજી.નં. GJ-36-T 9200 બસ આવતાં રોકી ચેક કરતાં બસની ડીકીમાં કલીનર મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ સૈયદ (ઉ.વ.૩૨ રહે.હાશમી ચોક,સૈયદપીર બાપુની બાજુમાં, ઉના જી.ગીર સોમનાથવાળા)એ રાખેલ બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન દાદરાનગર હવેલી ઓન્લી ૭૫૦ ML લખેલ કંપની સીલપેક કુલ બોટલ નંગ-૬૦ ભરેલ પેટી-૫ મળી આવેલ.જે ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૬૦ની કિ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિ.૫૦૦/-મળી કુલ ૩૦,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

આમ,ઇંગ્લીશ દારૂ સહિત કુલ ૩૦,૫૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે

  સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ રાણા, મીનાઝભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ તથા ડ્રાયવર મહેન્દ્દસિંહ જાડેજા વિગેરે સ્ટાફના જોડાયા હતા

(10:18 pm IST)