Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભાવનગરના કાળીયાર અભ્યારણ્યમાં પાંચ કાળીયારના મોત અર્ચિત કંપનીના કેમિકલથી થયાનું ખુલતા મેનેજીંગ ડાયરેક્ટર અને મેનેજરની અટકાયત બાદ જામીન ઉપર છૂટકારો

ભાવનગરઃ આશરે બે મહિના પહેલા ભાવનગરથી આશરે 50 કિ.મી.ના અંતરે આવેલા કાળાથળાવ નર્મદ રોડ પાસે પાંચ કાળિયારના મૃતદેહો મળી આવ્યા હતા.

આજ સમયે ઘટના સ્થળેથી ખાબોચીયામાં અને નાળામાં ભરેલ પાણીના અને મૃત કાળિયારના મોઢામાંથી નીકળેલા પાણીવાળી માટીના નમુના લઇ તેમજ કાળિયારના મૃતદેહમાંથી વિશેરા એફ.એસ.એલ.માં તપાસ અર્થે મોકલી દેવાયા હતા. ઘટના સ્થળે કાળિયાર અલગ અલગ અંતરથી અર્ચિત કેમિકલ ફેક્ટરીની ૩૦૦ મીટરના અંતરથી મળી આવ્યા હતા અને નર્મદ ગામના મોક્ષમંદિર નજીક રેવન્યુ પડતર જમીનમાંથી ત્રણ માદા મૃત હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે વન વિભાગ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આશરે બે મહિના પહેલા ભાવનગરથી આશરે 50 કિ.મી.ના અંતરે આવેલા કાળાથળાવ નર્મદ રોડ પાસે પાંચ કાળિયારના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાથી વન વિભાગ, પર્યાવરણ વિભાગ સહિતની ટીમો દોડતી થઇ હતી. પ્રાથમિક તપાસમાં કાળિયારના મોત ઝેરી પાણી પીવાથી થયા હોવાનું તારણ નીકળ્યું હતું. જોકે, ટીમ દ્વારા નમુના લઇને એફએસએલમાં મોકલી આપ્યા હતા. જોકે, આ રીપોર્ટ આવી ગયા બાદ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાયો છે. રિપોર્ટ પ્રમાણે પાંચ કાળિયારના મોત કેમિકલયુક્ત પાણી પીવાથી જ નિપજ્યા છે. આ કેમિકલ ઘટના સ્થળ નજીક આવેલી અર્ચિત ઓર્ગેનોસિસ કંપનીની પ્રોડક્ટનું જ કેમિકલ છે. જે કાળિયારના શરૂરમાંથી મળી આવ્યું છે. આ મામલે વન વિભાગ દ્વારા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અને મેનેજરની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા જેમને શરતી જામીન મળી ગયા છે.

(7:02 pm IST)