Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સાવરકુંડલાના પીઠવડીમાં કળીયુગી પુત્રએ માતાના વાળ પકડીને માર માર્યો

અમરેલી, તા. ૮ : સાવરકુંડલાના પીઠવડીમાં રહેતી વૃદ્ધા ઉજીબેન બોધાભાઇ વેકરીયા નામની મહિલાને તેના સગા પુત્રએ જમીનમાં ભાગ માંગતા જયાં સુધી જીવુ છું ત્યાં સુધી ભાગ નહીં મળે કહેતા ઉશ્કેરાઇ જઇ કનુ બોઘા વેકરીયાએ વાળ પકડી ઢીબી નાખ્યાની ફરીયાદ થતા કળીયુગી પુત્ર ઉપર ફિટકાર વરસી રહ્યો છે.

ગેરેજ સંચાલકો સામે કાર્યવાહી

અમરેલીમાં જાહેર રોડ ઉપર ગાડીઓ વોશ કરતો ગેરેજ સંચાલકો ઉપર સરકારે તવાઇ ઉતારતા માર્કેટ ગાર્ડ રોડ ઉપર પોસ્ટ ઓફિસની પાછળના રોડ ઉપર મેસેજ ગેરેજ સંચાલક ગંદકી ફેલાવતા નોટીસનો ભંગ કરતા ત્રાસ દાયક કૃત્ય હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજુલાના જુગાર રમતા ઝડપાયા

રાજુલામાં જાહેરમાં જુગાર રમતા વનજી રવજી બારૈયા સહિત ચાર કિ. રૂ. ૧૦ર૩૦ નો રોકડ જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા.

ધારીના બોરડીમાં સંર્પદંશથી યુવાનનું મોત

ધારીના બોરડીમાં રહેતો દીપક મનજીભાઇ પારધી નામના યુવાનનું સર્પદંશથી રાજકોટ દવાખાને સારવાર દરમિયાન મોત નિપજયું હતું.  (૮.૧૬)

(4:06 pm IST)