Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

પડધરી પાસે કુતરાને બચાવવા જતા છોટાહાથી પલ્ટી ખાઇ ગયું: બાળકો સહિત ૧૯ ઘવાયા

પડધરીનો આદિવાસી પરિવાર રાજકોટ શેઠનગરમાં ઝાડના લોખંડના પીંજરા બનાવવા માટે આવતી વખતે અકસ્માત સર્જાયોઃ ૧૯ ને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.૮: પડધરીના અડબાલકા ગામના બાળકો સહિત આદિવાસી પરિવારના ૧૯ સભ્યો રાજકોટ આવતા હતા ત્યારે ટંકારા પાસે કુતરાને બચાવવા જતા છોટાહાથી પલ્ટી જતા તમામને ઇજા થતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ પડધરીના અડબાલકા ગામમાં રહેતા આદિવાસી પરિવારના ૧૯ સભ્યો સવારે પડધરી રોડ પરથી છોટાહાથીમાં બેસીને રાજકોટ જામનગર રોડ પર શેઠનગરમાં ઝાડના લોખંડના પીંજરા બનાવવાની મજુરી કામ અર્થે આવતા હતા ત્યારે ટંકારા પાસે અચાનક છોટા હાથી આડે કુતરૂ આવતા છોટા હાથી ચાલકે બ્રેક મારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા છોટાહાથી પલ્ટી ખાઇ ગયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને કોઇએ જાણ કરતા ૧૦૮ તથા ખાનગી વાહનમાં ઇજાગ્રસ્તો વૈશાલી અનીલભાઇ આદિવાસી (ઉ.૪), સાહિલ રમેશભાઇ (ઉ.૧), આશા ભરતભાઇ (ઉ.૧૩), આશા કૈલાશભાઇ (ઉ.૧૯), જયેમા રાકેશભાઇ (ઉ.વ.૧), ગોરકી રાકેશભાઇ (ઉ.૨૨), સંજય દિનશેભાઇ (ઉ.૨૫), ભુરી સંજયભાઇ (ઉ.૨૩), શુકલી બાબુભાઇ (ઉ.૧૨), અંજુ કમલેશભાઇ (ઉ.૨૩), જીમાલ રાજુભાઇ (ઉ.૧૬), જૈનીક (ઉ.૨), જમના ભરતભાઇ (ઉ.વ.૪૨), મણીબેન (ઉ.૧૫), અંકીત (ઉ.૪), મણીબેન (ઉ.૧૯) અને તેજમલ (ઉ.૧૦) ને નાની મોટી ઇજા થતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. (૧.૧૩)

(3:39 pm IST)