Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ઉનામાં વિદ્યાર્થીઓ-વાલીઓના વિરોધ બાદ સરકારી માધ્યમિક શાળાનો સમય પૂર્વવત

ઉના તા. ૮ :.. સરકારી માધ્યમિક શાળામાં જીલ્લા શિક્ષણાધિકારીને શાળાના સમયમાં ફેરફાર કરતા વિદ્યાર્થીઓ - વાલીઓ દ્વારા વાલી મંડળને સાથે રાખી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને રજૂઆતમાં જણાવેલ છે કે વિદ્યાર્થીઓ દૂર-દૂરના વિસ્તારમાંથી આવતા હોય શાળાનો સમય સવારનો કરવાની માંગ કરી હતી. આ બાબતે કોઇ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કરી હલ્લાબોલ કરયો હતો.

પોલીસ બોલાવવી પડી હતી. વિદ્યાર્થીઓ શાળાઓ સમય સવારનો જ કરવાની માંગ કરી રહ્યા હતાં. પોલીસ વહીવટી તંત્ર અને વાલી મંડળની દરમિયાનગીરીથી શાળાનો સમય ફેરફાર કરવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓએ અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો હતો.

(12:07 pm IST)