Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વાંકાનેર પેટ્રોલ પંપ ત્થા અન્ય લૂંટના ગુનામાં પકડાયેલ

ફકીર ગેંગના ચાર શખ્સો રીમાન્ડ પર અન્ય છ આરોપીને જેલ હવાલે કરાયા

વાંકાનેર તા. ૮ :.. વાંકાનેર પેટ્રોલ પંપ તથા અન્ય લૂંટોમાં પકડાયેલા ફકીર ગેંગના દસ આરોપીઓ પૈકીના ચાર આરોપીઓ અપહરણ, પોસ્કો તથા હથીયાર ધારા અને બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. મુખ્ય આરોપી અજય આ ગુનામાં ગેંગના કેટલાક વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિકારી બી. ટી. વાઢીયાએ તમામ દસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા દસ આરોપીઓ પૈકી મુખ્ય સુત્રધાર અજય તથા તેની ગેંગના ચાર આરોપીઓને કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજૂર કરીને વધુ છ આરોપીઓને જેલ હવાલે કરેલ છે.

મુખ્ય સુત્રધાર અજયે હથીયારની કબુલાત આપતા પોલીસે આર્મ્સ એકટ રપ/૧ -બી, એ તથા યુપીએ કલમ ૧૩પ હેઠળ હથીયાર અંગેના આરોપી કાલુસીંગ તારાસીંગ બાવરી (ઉ.૪પ, રહે. સીંધોના, ગામ મનાવર, જીલ્લો ધાર, એમ. પી.) ને ગઇકાલે સાંજે વાંકાનેર પીએસઆઇ જાડેજા તથા તેના સ્ટાફે ઝડપી, ધોરણસરની અટક કરી જે પણ ચાર મુખ્ય આરોપીઓનો સાગ્રીત હોઇ, જેને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માટેની માંગણી કરાશે. તેમ પોલીસ અધિકારી બી. ટી. વાઢીયાએ જણાવેલ છે.

ઉપરોકત ગુનામાં પેટ્રોલ પંપ-લૂંટ, રફાળેશ્વર લૂંટ, ઢુવા ગામ નજીકની લૂંટ તથા લૂંટની રોકડ અને મોબાઇલ તેમજ સરતાનપર રોડ પર ધમધમતા સિરેમિક ઉદ્યોગ અને અજંતા સીરેમીક સહિતની લુંટના સગડ મેળવવા તેમજ રીક્ષામાં પેસેન્જરો પાસેથી લૂંટ કરી સરદારબાગ પાસેના કાપડના વેપારીના મકાનમાં ચોરીનો પ્રયાસ, માર્કેટીંગ યાર્ડના કાપડના વેપારીના મકાનમાં ચોરીના પ્રયાસમાં મુદામાલ કબ્જે કરવા વાંકાનેર શહેર પોલીસ બી. ટી. વાઢીયા, પીએસઆઇ જાડેજા, જમાદાર નરશીભાઇ તથા તેની ટીમે આરોપીઓની સઘન પુછપરછ કરી સત્તર જેટલા ગુનાઓમાં સંડોવાયેલા તમામ આરોપીઓની સરભરા હાથ ધરી છે.

(12:06 pm IST)