Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કોડીનારનાં ગીરદેવળી ગામેથી ૧પ લાખની ખનીજ ચોરી ઝડપાઇ

કોડીનાર તા. ૮ :  કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામે તપાસ હાથ ધરતા જી. પી. એસ. પોઇન્ટ નં. ર૦,૯૦૮પ૭૦ ઇ-૭૦,૭પ૦ર૧૩ વાળા વિસ્તારમાં તપાસ સમયે સ્થળ ઉપર બે નંગ ચકરડી મશીન સીઝ કરવામાં આવેલ.

આરોપી રણજીતભાઇ ઉકાભાઇ ચોરી  રે. ગીરદેવળી દ્વારા કુલ ૩પ૭પ મે ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજનુ બિનઅધિકૃત ખનન કરી વર્તમાન નિયમો મુજબ બિલ્ડીગ લાઇમ સ્ટોન ખનીજનાં પ્રતિ મે. ટન દીઠ  રૂ.૪૦૦ લેખે ૩પ૭પ મે.ટનના કુલ રૂ. ૧૪,૩૦,૦૦૦ની ખનિજ ચોરી કરેલ હોય આ કામના આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૯ તથા ગુજરાત મીનરલ્સ રૂલ્સ-ર૦૧૭ની કલમ ર૧ મુજબ તથા આ બાબતે લગત અન્ય તમામ ગુન્હાની કલમો મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

આ ઉપરાંત ખાણ ખનિજ ખાતાએ બીજા એક ફરીયાદ આપેલ છે જેમાં જી.પી.એસ. પોઇન્ટ એન-ર૦,૯૧ર૮૮૩ ઇ-૭૦,૭પર૦૪૮ વાળા વિસ્તારમાં પણ સ્થળ ઉપર ત્રણ નંગ  ચકરડી મશીન દ્વારા બીલ્ડીંગ લાઇમ સ્ટોન ખનિજનું બિનઅધિકૃત ખનન ઝડપાઇ આવેલ છે.

કોડીનાર પોલીસને મહેશભાઇ બાબુભાઇ ઝણકાર રે. કોડીનાર વાળાએ કુલ ર૯ર મે.ટન રૂ.૪૦૦ લેખે ર૯ર મે.ટનના કુલ રૂ. એક લાખ સોળ હજારની ખનિજ ચોરી કરેલ હોય ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:05 pm IST)