Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

તળાજાના બોરડા ગામેથી સવા ત્રણ લાખની ચીજ વસ્તુઓની ચોરી

તળાજા તા. ૮ :.. કંટ્રકશનનો વ્યવસાય કરતા પીથલપુરના રહેવાસી સુરેશ અનંતરાય લાધવા (ઉ.૪૧) એ દાઠા પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવેલ છે. જેમાં ગત તા. ૩૦-૭ ના રોજ સાંજના સમયે રાજપરા-ર, ગામના બે શખ્સો હકાભાઇ ભરવાડ, કાનાભાઇ ભરવાડ ટ્રેકટર નં. જીજે-૪ -એચ. પ૦૦૭ તથા લોડર નં. જી.જે.-૧૪ એ.જી.-૧૩પ૪ વડે બોરડા ગામે બનતા સરકારી દવાખાનામાં પડેલ રિલાયન્સ, જીઓ કંપનીના વાયર, પાઇપોના બંડલો, સહિતની ચીજ વસ્તુઓ મળી ૩ર૪૬૪૦ ની મતા ચોરી ગયા છે. દાઠા  પોસઇ એમ. એ. ગોહીલએ બનાવ અનુસંધાને તપાસ હાથ ધરી છે.

 

(12:04 pm IST)