Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગારીયાધારના ચોમલ ગામે દલિતો અને દર બારો વચ્ચે સમાધાન બાબતે મારામારી

ગારીયાધાર તા.૮: પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીયાધાર તાલુકાના ચોમલ ગામે દલિતો અને દરબારો વચ્ચે ઘર્ષણ થતા બન્ને પક્ષોએ ઇજાઓ અને મુઢમાર થતા તમામને ગારીયાધાર અને પાલીતાણા સી.એમ.સી. દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.

જેમાં વિજયરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગારીયાધાર પોલીસ મથકે એવી ફરિયાદ નોંધાવી હતી કે ચોમલ ગામે રહેતા નરશીભાઇ નાનજીભાઇ પરમાર, દિનેશભાઇ નરશીભાઇ પરમાર, શૈલેષભાઇ બધાભાઇ કંટારીયા, સંજયભાઇ કાળુભાઇ પરમાર, જીતુભાઇ કાળુભાઇ પરમાર, રાહુલભાઇ પરેશભાઇ પરમાર, હિતેષભાઇ પરેશભાઇ પરમાર ગેરકાયદેસર મંડળી રચી અગાઉના કામે થયેલા કેસ બાબતે સમાધાન માટે બોલાવી સહિદ પ્રતિપાલસિંહ અને ફરીયાદી વિજયરાજસિંહને હાથે અને ખભામાં છરી અને તલવારથી ઇજાઓ કરી ગાળો આપી અને મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ દાખલ કરી આઇપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૩૨૩, ૩૨૪,૩૩૭,૫૦૪, ૫૦૬(૨) અને જીપી ૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો હતો.

જયારે સામા પક્ષે જીતેન્દ્રભાઇ કાળુભાઇ પરમારે ચોમલ ગામે રહેતા વિશ્વપાલસિંહ નાજુભા ગોહિલ, વિજયરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ, પ્રતિપાલસિંહે સહદેવસિંહ ગોહિલ, ભગીરથસિંહ કૃષ્ણસિંહ રાથભદા, પ્રદિપસિંહ કૃષ્ણસિંહ, અરવિંદસિંહ અનોપસિંહ ગોહિલ, પુથ્વીરાજસિંહ હરિસિંહ ગોહિલ, નિલદિપસિંહ બાબાભાઇ અને અમરદિપસિંહ બાબાભાઇ ફરીયાદ લખાવી હતી સાહેદ નરશીભાઇએ આરોપી વિજયરાજસિંહ સામે અગાઉ કરેલ ફરીયાદ પાછી ખેંચી લેવા બાબતે મંડળી રચી જીવલેણ હથીયારો ધારણ કરી ગાળો આપી, રમાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી સાહેદ રાહુલ, હિરૂબેનને ઇજાઓ કરી સોનાની લક્કી અને સોનાનો ઘેરો જૂઢવી આડેધડ માર મારી ઇજાઓ કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

જેમાં આઇ.પી.સી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૨૪,૩૯૨,૫૦૪,૫૦૬ (૨), જીપી ૧૩૫ એગ્રેસીટી-૩(૧) આર એસ.૩ (૨)(૫)એ મુજબ ગુન્હો નોંધાયો હતો.

આ બન્ને ફરીયાદની તપાસ ડીવાયએસપી એ.એમ.સૈયદ sest સેલ-ભાવનગરને સોપાઇ હતી મારામારી થતા ગારીયાધાર પોલીસ અને ડીવાયએસપી પાલીવાણાનો કાફલો પહોંચી ગયો હતો.

 

(12:03 pm IST)