Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમદાવાદના બાપા સિતારામ મંડળ દ્વારા સોમનાથ તીર્થ ધામમાં સ્વચ્છતાનો શ્રમયજ્ઞ

વેરાવળ પ્રભાસપાટણ તા ૮ : શ્રી સોમનાથ  મંદિર વિશ્વ પ્રસિધ્ધ તીર્થધામમાં દેશ-વિદેશોમાંથી ભકતો મહનદેવના શરણે આસ્થાભેર આવતા હોય છે. શ્રધ્ધાળુંઓ દાદાના શરણે પોતાની લાગણી ભેટ અનો સામગ્રી ભકિત વિવિધ સ્વરૂપે અપર્ણ કરી ધન્ય બને છે.

બાપા સિતારામ મંડળ અમદાવાદ એક એવું મંડળ છે, જેનો નિત્યકર્મ છેલ્લા ૭ વર્ષથી શ્રાવણ માસ પૂર્વે તિર્થધામને શ્રમયજ્ઞ કરી સ્વચ્છ કરતા હોય છે. જેમાં અમદાવાદ થી સ્વયંસેવકો સાથે સોમનાથ પહોંચી સફાઇના તમામ સાધનો સાથે યાત્રાધામોને સ્વચ્છ કરી ધન્યતાની અનુભુતી કરે છે. બિજા દિવસે શ્રી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા-ધ્વજારોહણ, પ્રસાદથાળ તૈયાર કરી મહાદેવને અર્પણ કરી સોૈ પ્રસાદ લઇ સોૈ લોકો અમદાવાદ પરત ફરે છે.

બાપા સિતારામ મંડળે સતત ૮ માં ર્વર્ષે પણ જાળવી રાખેેલ છે. આ વખતે તે ઓ ૩૦૦ થી વધુ સ્વયંસેવક ભાઇઓ-બહેનો સાથે સફાઇની સામગ્રી સાથે આવેલ. શ્રી સોમનાથ મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ , ત્રિવેણી સંગમ, શ્રી રામ મંદિર,શ્રી ભાલકા તીર્થ, શ્રી શશિભુષણ મહાદેવ,પ્રાચી તીર્થ, ગોૈશાળા સહિતના પ્રીમાઇસીસ સાફ-સફાઇ કરી સ્વચ્છતા આંખે વળગે તે પ્રકારે કરેલી શતી.

બાપા સિતારામ મ૦ડળના હરેશભાઇ સોની ના જણાવ્યા પ્રમાણે શ્રી સોમનાથ દાદા વર્ષો સુધી તેમની સેવામાં અવિરત આવતા રહીને તેવી શકિત આપે એ પ્રાર્થના કરેલ હતી.

(11:59 am IST)