Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જસદણ પોલીસ મથકમાં આરોપીને ભગાડવાની કોશીષ કરનાર ઉદય ધાંધલની ધરપકડ

મારામારીના કેસમાં ભાઇને પકડી જતા પોલીસ મથકમાં ગાળો બોલી ફરજમાં રૂકાવટ કરી ભગાડવાની કોશીષ

રાજકોટ, તા., ૮: જસદણ પોલીસ મથકમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી  કાઠી શખ્સે તેના ભાઇને ભગાડવાની કોશીષ કરતા ગુન્હો નોંધાયો હતો અને કાઠી શખ્સની ધરપકડ કરાઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં મારામારીના ગુન્હામાં જયરાજ અશોકભાઇ ધાંધલને જસદણ પોલીસ મથકમાં પોલીસ લાવી હતી.  ત્યારે આ કાઠી શખ્સનો ભાઇ ઉદય અશોકભાઇ ધાંધલ (રહે. લાતી પ્લોટ, જસદણ) તેની પાછળ પોલીસ મથકે ધસી આવી પોલીસ મથકમાં ફરજ પર રહેલ  પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી તેના ભાઇ જયરાજને પોલીસ કસ્ટડીમાંથી ભગાડવાની કોશીષ કરી હતી. જો કે ફરજ પરના સ્ટાફે તુર્ત જ ઉદય ધાંધલને ઝડપી લીધો હતો.

આ બનાવ અંગે હડ કોન્સ્ટેબલ રાજાભાઇ વકાતરે ઉદય ધાંધલ સામે આરોપીને ભગાડવાની કોશીષ અંગે તથા ફરજમાં રૂકાવટ કર્યા અંગેનો ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. વધુ તપાસ જસદણના ઇન્ચાર્જ પીઆઇ ખાચર ચલાવી રહયા છે. (૪.૩)

(11:57 am IST)