Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કુતિયાણાની રોઘડા વીડીમાં વન અધિકારીને મારી નાખવાની ધમકીઃ ફરજમાં રૂકાવટ

પોરબંદર, તા. ૮ :. કુતિયાણાની રોઘડા વીડીમાં વન અધિકારીને રોકીને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

જૂનાગઢના મદદનીશ વન સંરક્ષક બી.કે. ખટાણાએ નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, આરોપી કરમણ રાજા વાંદા, મેરૂ નાથા તથા અન્ય ૧૦ શખ્સોએ ગત તા. ૨ જી ઓગષ્ટના રોજ સાહેદ ફોરેસ્ટર રામભાઈ કોડીયાતર તથા ફોરેસ્ટ સ્ટાફ કુતિયાણાની રોઘડા વીડીમાં પેશકદમી અંગે તપાસ કરીને બહાર આવેલ ત્યારે તેમને રોકીને પેશકદમી અંગે કેમ કંઈ કરતા નથી ? તેમ કહીને ગાળો આપીને બી.કે. ખટાણા (મદદનિશ વન સંરક્ષક) કયાં ગયો ? તેને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. આરોપીઓ સરકારી ગાડી રોકી હતી. કુતિયાણા પીએસઆઈ એમ.આર. ગોહેલ ચલાવી રહ્યા છે.(૨-૭)

(11:55 am IST)