Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ઓ.બી.સી. આયોગને બંધારણીય દરજજા સાથે મંજૂરી

ભાવનગર તા. ૮: ભાજપની કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારત સરકારે ઓ.બી.સી. આયોગને બંધારણીય દરજજા સાથે ઐતિહાસિક મંજુરી આપી છે આ પગલાને આવકારવા સાથે ભાવનગર જીલ્લા અને શહેર બક્ષીપંચ મોર્ચા ઘોઘા ગેઇટ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો.

જીલ્લા બક્ષીપંચ મોર્ચા પ્રમુખ પ્રવિણભાઇ બારૈયા, શહેર બક્ષીપંચ મોર્ચા પ્રમુખ મુકેશભાઇ ચૌહાણ તેમજ જીલ્લા મહામંત્રીઓ જગદિશભાઇ મકવાણા, વાસીંગભાઇ ભુવા તેમજ શહેર મહામંત્રીઓ ભલાભાઇ ચાવડા, ભાવેશભાઇ રબારી સહિત બક્ષીપંચ મોર્ચાના જીલ્લા અને શહેરના હોદેદારો ઉપસ્થિત રહી વિજયોત્સવ સાથે ઐતિહાસીક મંજુરીને આવકારેલ છે. તેમજ જીલ્લામાં તમામ મંડલોમાં પણ વિજયોત્સવ મનાવવામાં આવ્યો જેમાં તમામ મંડલના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ હોદ્દેદારો આગેવાનો અને તમામ ભાજપ સંગઠન સામેલ થયેલ છે.તમામ લોકોએ ભારત સરકારના આ નિર્ણયને આવકારતા જણાવેલ છે કે આ બંધારણીય આયોગથી સંવૈધાનીક સત્તા સાથે ઓ.બી.સી.માં આવતી તમામ જ્ઞાતીઓ ભારતદેશને વિકાસ પથ પર લઇ જવા સામેલ થશે, ઓ.બી.સી. સમાજપર અત્યાચારોનું નિરાકરણ આવશે અને સામાન્ય નાગરીકો સાથે કદમતાલ મીલાવીને ભારતમાતાને પરમ વૈભવના સ્થાને બીરાજમાન કરવા વધુ સક્રીયતાથી જોડાશે જેને લીધે ભારત સરકારના વિકાસ મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને સાફ નિતય, સહિત વિકાસને વધુ બળ મળશે અને અંત્યોદયથી રાષ્ટ્રોદયની વિકાસયાત્રા વધુ મજબુતાઇથી આગળ વધશે.

(11:47 am IST)