Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજકોટ-પોરબંદરમાં સવારે ઝરમર

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ, તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે સવારે રાજકોટ-પોરબંદરમાં ઝરમર છાંટા વરસ્યા હતાં.

રાજકોટના કિશાનપરા ચોક, મહિલા કોલેજ અન્ડર બ્રીજ આસપાસ, યાજ્ઞિક રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ઝરમર છાંટા પડયા હતાં.

છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અચાનક વાદળા છવાઇ જાય છે તો થોડીવારમાં તડકો નીકળે છે આવા વાતાવરણ વચ્ચે વરસાદનો વિરામ યથાવત છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૩૩.પ, લઘુતમ-ર૭.ર, ભેજ-૮૪ ટકા છે. (૮.પ)

(10:54 am IST)