Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જૂનાગઢ જિલ્લાના સમઢીયાળામાં મગફળી ખરીદી લીધા બાદ ખેડૂતોને રૂપિયા ન ચૂકવાયાઃ વધુ અેક મગફળી કૌભાંડ બહાર આવ્યું

જૂનાગઢઃ રાજ્યમાં મગફળીની ખરીદીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર  બાદ હવે જૂનાગઢના સમઢીયાળામાં મગફળીનું કૌભાંડ સામે આવ્યું છે. 

 

સમઢીયાળા પિયત સેવા સહકારી મંડળીના સભ્ય દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદ્યા બાદ સમઢીયાળા પિયત સેવા સહકારી મંડળીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ધણેજ સહકારી મંડળીને મગફળીની ખરીદી સોંપી દેવામાં આવી હતી. ઠરાવ પસાર કરીને મુળુ જુજીયાને મગફળી ખરીદીનો  વહીવટ સોંપવામાં આવ્યોહતો. જેમાં મુળુ જુજીયાએ મગફળીની 1 લાખ 30 હજાર ગુણો ખરીદી હતી અને ત્યાર બાદ હજુ સુધી ખેડૂતોને પૂરતા રૂપિયા ચૂકવ્યા નથી. એટલું જ નહીં ખરીદી ખુલ્લી જમીનમાં કરવામાં આવી હતી. 
જોકે આ મામલે યોગ્ય તપાસ થાય તો મોટા વહીવટ ખુલી શકે છે. જોકે મુળુ જુજીયા હાલ જેલમાં છે અને તેને અત્યાર સુધીમાં અનેક કૌભાંડ આચર્યા હોવાની આશંકા છે. તો છેલ્લે ધરપકડ કરાયેલા માનસિંગ લાખાણીએ પણ અનેક મંડળીઓમાંથી મગફળીની ખરીદી કરી હોવાની શક્યતા છે. 
નોંધનીય છે કે અગાઉ રાજકોટમાં જેતપુરના મગફળીના ગોડાઉનમાંથી બોરીઓમાંથી માટી અને કાંકરા મળી આવ્યા હતા. 
ત્યારે અનેક સવાલો થાય છે કે, ક્યાં સુધી ખેડૂતો સાથે થતો રહેશે દગો? ખેડૂતોને લૂંટી કોણ ભરી રહ્યું છે પોતાના ખિસ્સા? અધિકારીઓ કેમ નાસતા ફરી રહ્યાં છે? મગફળીમાં માટી ભેળવવાનું કોણ કરી રહ્યું છે પાપ? નાફેડની વિશ્ચસનિયતા પર ઉઠ્યા સવાલ... ACમાં બેસનારા બાબુઓને ખેડૂતોના પરસેવાની નથી કિંમત? શું બાબુઓને તિજોરીઓ ભરવામાં જ રસ છે? માટી વાળી મગફળી શું કામની

 

(9:01 am IST)