Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કુતિયાણા-૨૮, રાણાવાવ-૨૭ાા, પોરબંદરમાં કુલ ૨૬ાા ઇંચ

મેઘરાજાએ પોરબંદર જીલ્લામાં પણ હેત વરસાવતા સર્વત્ર પાણી-પાણી

રાજકોટ,તા. ૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જીલ્લામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ખુબ જ સારો ગયો છે. આ જીલ્લાઓમાં  પોરબંદરનો પણ સમાવેશ થાય છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણામાં મૌસમના પ્રથમ રાઉન્ડમાં ૭૦૨ મી.મી.-૨૮ ઇંચ, રાણાવાવ-૬૮૧ મીમી સાડા ૨૭ ઇંચ, પોરબંદરમાં ૬૬૧ મી.મી. એટલે કે સાડા ૨૬ ઇંચ વરસાદ પડી ગયો છે.

પોરબંદર જીલ્લામાં પ્રારંભનો વરસાદ સચરાચર થતા પાક માટે ફાયદો થાય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

(3:42 pm IST)