Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

હવે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદ નહીં પરંતુ ઝાપટારૂપે પડશેઃ ખંભાળીયાના કનુભાઇની આગાહી

કનુભાઇએ આ પહેલા પણ ભારે વરસાદની આગામી હવામાને થતા પહેલા કરેલી જે સાચી પડી

ખંભાળીયા, તા. ૮ : અહીંની વિજય ચેન. હાઇસ્કૂલના શિક્ષક કનુભાઇ કણઝારીયા વર્ષોથી હવામાન અંગે વેબસાઇટો નકશા તથા હવામાન માટેની જાણીતી ચેનલોના અભ્યસાથી સચોટ માહિતી સાથે આગાહી કરે છે.

તેમણે ગત ૩-૭-ર૦ના રોજ પાંચ તારીખથી ભયંકર વરસાદ અને કયાંક કયાંક ૧ર/૧પ ઇંચ વરસાદ પડશે અને ભયંકર વરસાદથી લોકો ત્રાસી જશે તેવી આગાહી ૩-૭-ના કરેલી જેનુું ૪થી ૭ તારીખ દરમ્યાન લોકોએ પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

આજે તેમણે મુલાકાતમાં જણાવ્યું કે ગત રાત્રીના ભારે પવન સાથે સિસ્ટમ્સ કાર્યના દરિયા તરફ ગઇ હતી તે જો રીટર્ન થઇ હોત તો ભયંકર થાત હવે આજથી ભારે વરસાદની સંભવના નથી માત્ર ઝાપટા જ પડશે. નજીકના દિવસોમાં ભયંકર વરસાદનો ઉલ્લેખનિય છે કે ગઇકાલે સાંજે ભારે વરસાદના સમયે તેમણે આવતીકાલે નવ વાગ્યાથી ઉઘાડ હતો કહેવું જે યથાર્થ થયું.

(2:49 pm IST)