Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

પોરબંદરમાં કોરાનાના વધુ ર પોઝીટીવ કેસ

પોરબંદર તા.૮ : શહેરમાં કોરાનાના વધુ ર કેસનો પોઝીટીવ રિપોર્ટ આવતા દર્દીને ભાવસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાય રહી છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ર૩ પહોંચી છે. ગઇકાલે સવારે કોરાના શંકાસ્પદના ૬૮ કેસ આવ્યા હતા. જેમાં દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલતા ૪૮ કેસના કોરાના નેગેટીવ રિપોર્ટ આવેલ જયારે ર કેસના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ. બાકીના કોરાના શંકાસ્પદ કેસના રિપોર્ટ પેન્ડીંગ રાખેલ છે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવની સંખ્યા ર૩ પહોંચી ગયેલ છે જિલ્લામાં આવેલ અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસમાં મોટાભાગના બહાર આવેલ વ્યકિતઓ છે.(

(1:06 pm IST)