Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગોંડલના અનીડા ભાલોડી પાસે દારૂ ભરેલી કાર પલ્ટી ખાઇ ગઇ

ગોંડલના અનીડા ભાલોડી ગામ પાસે આજે સવારે દારૂ ભરેલી કાર પલ્ટી ખાઇ જતા લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતાં. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસના હેડ કો. ડી. બી. ખાચર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ કાર અને દારૂનો જથ્થો કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(1:05 pm IST)