Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દ્વારકામાં વરસાદનો વિરામ: સૂસવાટા મારતા પવન યથાવત : રાવલ પંથકમાં પણ પાણી ઓસરવાના શરૂ

છેલ્લા બે કલાકથી કોઈ પણ તાલુકામાં વરસાદના સમાચાર નથી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. છેલ્લા બે કલાકથી કોઈ પણ તાલુકામાં વરસાદના સમાચાર નથી આવ્યા. અનેક માર્ગો પરથી પાણી ઉતરવાના શરૂ થયા છે. મેઘરાજાએ વિરામ લેતા રાવલ પંથકમાં પણ પાણી ઓસરવાના શરૂ થયા છે. જો મેઘરાજા ખમૈયા કરે તો ફરી જન જીવન ધબકતું થશે. પરંતુ જિલ્લામાં સૂસવાટા મારતા પવનની માત્રા યથાવત છે.

(12:38 pm IST)