Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

અરવલ્લીમાં પ્રથમ વરસાદમાં જિલ્લાના હાઇવે રસ્તાઓ તૂટ્યા : . માલપુર ચાર રસ્તા ઉપર રોડમાં એક એક ફૂટના ખાડા પડ્યા

ગોધરા તરફ જતા આ મુખ્ય રસ્તામાં ખાડા પાડતા વાહન ચાલકો પરેશાન

અરવલ્લીમાં પ્રથમ વરસાદમાં જિલ્લાના હાઇવે રસ્તાઓ તૂટ્યા છે. માલપુર ચાર રસ્તા ઉપર રોડમાં એક એક ફૂટના ખાડા પડ્યા છે. ગોધરા તરફ જતા આ મુખ્ય રસ્તામાં ખાડા પાડતા વાહન ચાલકો પરેશાન થયા છે. રોડમાં પડેલા ખાડાથી અકસ્માત થવાની ભીતિથી વાહન ચાલકોમાં ડર વ્યાપી ગયો છે. એલએન્ડટી દ્વારા થોડા સમય અગાઉ જ રીપેરિંગ કરાયું હતું. પરંતુ પ્રથમ વરસાદમાં રોડ તૂટતા માલપુરના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

(12:28 pm IST)