Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગારીયાધરઃશિક્ષકોના ગ્રેડ-પે પ્રશ્ને આંદોલનની ચીમકી

ગારીયાધારઃ ૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષકોનાં હકમાં નિર્ણયના આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તાલુકા પ્રાથમીક શિક્ષકોસંઘ દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે તા.૧/૧/૨૦૧૯ થી પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ માંથી ઘટાડીને ૨૮૦૦ કરી જે વિસંગતા ઊભી થયેલ છે. જેના અનુસંધાને છેલ્લા દોઢ વર્ષથી વિવિધ કક્ષાએ રજુઆતે કરવામાં આવી છે પરંતુ, કોઈ નક્કર પરિણામ મળેલ નથી. પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં ૨૦૧૦ અને તે પછી નોકરીએ લાગેલા શિક્ષકોને થતા આ હળાહળ અન્યાય પ્રત્યે ગારિયાધાર તાલુકાના શિક્ષકોમાં ભારે રોષ છે. સરકાર દ્વારા કરવામાં આવતા આ અન્યાયનો તાલુકા પ્રા.શિસંધ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. રજુઆત કરવામાં આવી તે તસ્વીર.

(11:42 am IST)