Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળો કહેર યથાવતઃ વધુ એક દિ'માં ૧૬ નવા કેસો

કોરોના ફેલાતો અટકાવવા માટે પ્રસાસન ઉણું ઉતર્યુઃ જિલ્લામાં કોરોના વકર્યો...અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૪૮ કેસો થયાઃ જનતામાં મુંજારો..

વઢવાણ, તા.૮: સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૪૮ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે જિલ્લામાં આંકડો ૨૦૦ ને પાર જતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ૧૬ નવા કેસો નોંધાવા પામ્યા છે..

ત્યારે બીજી તરફ ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પ્રભારી સચિવ રવિશંકર દોડી આવ્યા હતા ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે ૧૬ નવા પોઝિટિવ કેસ આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગઇકાલે સાંજના મોચીવાડ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય અનવર ભાઈ અલી ભાઈ નું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું ત્યારે બીજી તરફ જિલ્લામાં સતત મોતનો આંકડો પણ ઉંચો જઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૩ જીંદગી કોરોના ના કારણે મોત માં હોય જવા પામી છે...

દાળમિલ રોડ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય મહિલા આ ઉપરાંત ૨૨ વર્ષીય યુવાન કડિયા સોસાયટીમાં રહેતા બસ સ્ટેન્ડ પાછળ રહેતા ૮૫ વર્ષીય વૃદ્ઘ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય વૃદ્ઘ ૬૫ વર્ષીય વૃદ્ઘ જોરાવર નગર વિસ્તારમાં રહેતા ત્યારે બીજો કેસ પણ જોરાવનગરના લાતી પ્લોટમાં ૩૪ વર્ષીય મહિલાને આવવા પામ્યો છે.

જરા નગર વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષીય વૃદ્ઘ રતનપર ના એક જ પરિવારના ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે જિલ્લામાં એક સાથે ૧૬ નવા કોરોના પોઝિટિવ આવ્યા.

સુરેન્દ્રનગર, રતનપર, વઢવાણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં-૬, લીંબડી શહેરી વિસ્તારમાં - ૩ અને સાયલા તાલુકાના ભાડુકા ગામમાં - ૧ વ્યકિતને આવ્યો કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે હાલમાં તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જિલ્લાનો કુલ કોરોના આંક - ૨૪૮ એ પહોંચ્યો છે..

ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવામાં જિલ્લા પ્રશાસન વિભાગ ઊણું ઊતર્યું હોય તેઓ સ્પષ્ટ રીતે હાલ વર્તાઈ રહ્યું છે..

અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાની ૭૮% સોસાયટીઓમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે આગામી સમયમાં પણ જિલ્લામાં કોરોના ના કેસો વધશે તેવી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં જે લોકડાઉન બાદના સમયમાં વધુ છૂટછાટો ના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી ગયું છે ત્યારે જયારે સમગ્ર ગુજરાતમાં અનેક ધંધા-રોજગાર બંધ રાખવા માટે સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધાઓ બંધ રાખવા સરકારે સૂચના આપી હતી તે ધંધાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ રાખવા દેવામાં આવી રહ્યા હતા..

જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વિસ્તરી જવા પામ્યું હતું તેનું પરિણામ આજદિન સુધી જિલ્લામાં કોરોના વાયરસ ના વધતા કેસોના ના રૂપમાં સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ રોકવામાં જિલ્લા પ્રશાસન વિભાગે તદ્દન રીતે ઉણું ઊતર્યું હોય એવું હાલ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.

(11:35 am IST)