Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ભાદર-૨ ડેમ પણ છલકાવાની તૈયારી

ધોરાજી,તા.૮ : ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલ ભાદર-૨ ડેમમાં ૭૦% થી વધારે ગઇ કાલે ભરાઇ ગયેલ હતો. અને પાણીની વધારે આવક હોય અને ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમની હેઠળવાસમાં આવતા નહી  વિસ્તારના પટમાં ન જવા જણાવેલ છે અને ડેમમાં પાણીની આવક ૩૦૧૬ કયુસેકના પ્રવાહની આવક છે. ભાદર-૨ની ભરપૂર સપાટી ૫૩.૧મી. છે. જ્યારે જળાશયની હાલની સપાટી ૫૦.૩૫મી. છે. જેથી ધોરાજી તાલુકાના ભોળા -મોલ ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ડુમીયાણી, ચીખલીયા, સમઠછયાળા, ગણોદ, ભીમોટા, દાડફોરી, ઇસટા, કુઢેચ, લાઠ, મજેઠી, બીલડી અને પોરબંદરના ગામોમાં ભાદર નદી પસાર થાય છે. તે વિસ્તારમાં અવર-જવર રોક લગાવવામાં આવેલ છે. એમ સીંચાઇ વિભાગની યાદીમાં જણાવેલ હતું.

(11:29 am IST)