Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભાવનગરમાં પોણો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેરની રાહ

ધુપ-છાંવવાળુ વાતાવરણ યથાવતઃ ગરમીમાં વધારો

રાજકોટ તા.૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મેઘમહેરની લોકો રાહ જોઇ રહ્યા છે. ત્યારે સમાન્ય વરસાદ વરસી જાય છે.

સર્વત્ર ધુપ-છાંવવાળુ વાતાવરણ યથાવત છે અને ગરમીમાં વધારો થઇ રહ્યો છે.

ભાવનગર

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ભાવનગર શહેરમાં દિવસ દરમ્યાન પોણો ઇંચ વરસાદ પડયો હતો જયારે જિલ્લામાં છુટો છવાયો હળવો વરસાદ પડયો હતો.

ભાવનગર શહેરમાં બપોરના સમયે ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, સિહોર તથા ઘોઘા પંથકમાં પણ દિવસ દરમ્યાન છુટો છવાયો હળવો વરસાદ થડયો હતો.

વઢવાણ

 વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લામાં અચાનક શનિવારે સાંજે વાતાવરણ પલ્ટો આવતા સુરેન્દ્રનગર જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાં મોડી રાત્રે વરસેલ ધીમીધારે વરસાદને લઇને નાયકા ડેમની અંદર નવા નિરની આવક થઇ હતી ઉનાળા દરમિયાન ડેમ તળીા ઝાટક થઇ ગયો હતો ત્યારે ગત મોડી સાંજે મુળી તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસેલ વરસાદને કારણે ડેમની સપાટી એક રાતમાં ૯.ર૦ ફુટે પહોંચી ગઇ હતી ત્યારે ડેમમાં નવાનીર આવતા લોકો ખુશીની લાગતી અનુભવી રહ્યા છ.ે

જામનગર

જામનગર આજનું હવામાન ૩૮.૮ મહતમ ર૮.પ લઘુતમ તાપમાન નોંધાયું છ.ે

મોરબી

 મોરબીઃ ચોમાસાની ઋતુ શરૂ થઇ ચુકી છે જો કે મોરબી પંથકમાં હજુ સારો વરસાદ થયો નથી. ત્યારે મેઘરાજાને મનાવવા વિવિધ ગામમાં રામધુનના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં અમરનગર ગ્રામજનોેએ પણ રામધુન યોજી મેઘરાજાને મનાવવા પ્રયાસ કરી રહ્યા છ.ે

મોરબીના રોટરીગ્રામ (અમરનગર) ગ્રામજનોએ ગામમાં આવેલ મંદિર ખાતે ર૪ કલાક રામધુનનું આયોજન કર્યું છે જે રામધુનમાં ગ્રામજનો જોડાયા હતા અને તમામ લોકોએ મેઘરાજાને મનાવવા માટે રામધુન બોલાવી હતી. મેઘરાજા રીસાયા હોય ત્યારે તેન મનાવવા માટે ગ્રામજનોએ રામધુન બોલાવી મેઘરાજા જલ્દી પધારો તેવી પ્રાર્થના કરી હતી.

(4:09 pm IST)