Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જામનગરમાં વીજચોરી ઝડપવા ત્રણ દિવસની મેગા ડ્રાઈવ :47 ટીમનું ચેકીંગ શરૂ : ૮૨૬ કનેક્શન ચેક : ૧૩૩માં ગેરરીતિ

ટીમ સાથે 22 પોલિસ જવાનો અને 22 નિવૃત આર્મીના જવાનો પણ સુરક્ષામાં સાથે જોડાયા

જામનગર : શહેરમાં વીજચોરી પકડવા માટે પીજીવીસીએલની ત્રણ દિવસની મેગા ડ્રાઈવ  શરૂ થઈ છે. શહેરનાવિવિધ વિસ્તારોમાં કુલ 47 ટુકડીઓએ વીજ ચેકિંગ શરૂ કર્યુ છે

 જામનગર . શહેરના નવાગામ, સાત રસ્તા સર્કલ, દિગ્વીજય પ્લોટ, જીઆઈડીસી-1 સહીતના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યુ. પીજીવીસીએલની ટીમ સાથે 22 પોલિસ જવાનો અને 22 નિવૃત આર્મીના જવાનો પણ સુરક્ષામાં સાથે જોડાયા છે.

 આ મેગા ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ૮૨૬ કનેક્શન ચેક કરાયા. જેમાં ૧૩૩માં ગેરરીતિ સામે આવી હતી. અને બાવીસ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યોછે 

(1:56 pm IST)