Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

સાયલામાં 10 વર્ષની બાળકી પર પરપ્રાંતીય યુવકનો બળાત્કાર :નરાધમ વિજયરાય ફરાર

માનસિક વિકલાંગ બાળકીને ગુપ્તાંગ ભાગે ગંભીર ઇજા ;હોસ્પિટલે ખસેડાઇ

સાયલામાં  ૧૦ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર થયાના અહેવાલ મળે છે આ  અંગે જાણવા મળ્યા મુજબ  સાયલા રેલવે સ્ટેશનના પાસે રહેતી ૧૦ વર્ષની બાળા ઉપર બિહાર ભાગલપુર નિવાસી વિજયરાય નામનો શખ્સ બળાત્કાર કરીને ફરાર થઇ ગયો

    વધુમાં જાણવા મળ્યા મુજબ પિડીત બાળા નાનપણથી છે મંદબુદ્ધિની છે અને તેની માતા પાણી ભરવા બહાર ગઇ હતી તેનો ગેરલાભ લઇને વિજયે બળજબરીપૂર્વકનું કૃત્ય કર્યુ હતું. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલિસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

(12:29 pm IST)