Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભુજ માંડવી રોડ રોંગ સાઇડેથી આવતા ટ્રકની હડફેટે સ્કૂટર ચાલક યુવાન માતા અને માસુમ દીકરાનું મોત

ભુજ, તા. ૮ માંડવીથી ભુજ પરત ફરતી વખતે ભુજની યુવાન વિપ્ર પરિણિતાને રોંગ સાઇડથી આવતા ટ્રકે હડફેટે લેતા માતા પુત્રના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતાં. જયારે બીજો પુત્ર ઇજાગ્રસ્ત થયો હતો. ભુજના આશાપુરા મંદિર પાસે રહેતા ૩૦ વર્ષીય જિજ્ઞાબેન અક્ષય પંડયા પોતાના બે માસુમ પુત્રો સાથે એકિટવા સ્કૂટર ઉપર માંડવીથી ભુજ પરત આવી રહ્યા હતા તે વેળાએ બપોરે ત્રણ વાગ્યે ખત્રી તળાવ નજીક રોંગ સાઇડથી આવતી ટ્રકે તેમને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જિજ્ઞાબેન તેમજ તેમના બન્ને પુત્રોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પણ, સારવાર દરમ્યાન ૩૦ વર્ષીય જિજ્ઞાબેન તેમજ તેમના ૪ વર્ષના માસુમ પુત્ર ઓમના કરૂણ મોત નિપજયા હતા. જયારે ૮ વર્ષનો બીજો પુત્ર રૂદ્ર સારવાર હેઠળ છે. યુવાન માતા અને માસુમ દીકરાના બબ્બે મોતની આ ઘટનાથી ભુજમાં અરેરાટી સાથે શોક છવાયો છે.

(12:07 pm IST)