Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ગોહિલવાડમાં મેઘમહેર : ભાવનગરમાં પોણો ઇંચ :જિલ્લામાં છુટોછવાયો વરસાદ

 ભાવનગર શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ભાવનગર શહેરમાં દિવસ દરમ્યાન પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં છુટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો.

  . ભાવનગર શહેરમાં બપોરના સમયે ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. ભાવનગર ઉપરાંત જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, સિહોર તથા ઘોઘા પંથકમાં પણ દિવસ દરમ્યાન છુટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો.

(9:39 pm IST)