Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

બાંટવામાં વૃધ્ધાની નજક ચુકાવી દાગીના ઉઠાવનાર બે ઝડપાયા

જૂનાગઢ. : માંગરોળના મીતી ગામના મયદેબેન પરબતભાઇ રાઠોડ (ઉ.વ. ૮૦) બે દિ પહેલા કોઇ કામસર બાંટવા આવ્યા હતા. બસ સ્ટેશન પાસે ઉભા હતા ત્યારે બે અજાણ્યા શખસોએ  આવી આ તમારા વેઢલા  રૂમાલમાં બાંધી  લો, તેમ કહેતા વૃધ્ધાએ કાનમાંથી  રૂ. પ૦ હજારના વેઢલા કાઢી રૂમાલમાં મુકતાં બન્ને શખ્સોએ  ચોરી કરી પથ્થર ભરી દીધા હતા. વૃધ્ધાની ફરિયાદના આધારે બાંટવા પોલીસે કેશોદના અબુબકર સુલેમાન અને વંથલીના અશરફ ઇસ્માઇલ મહીડાને ઝડપી લઇ એક દી ના રિમાન્ડ ઉપર મેળવી મુદામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

(12:37 pm IST)