Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

સગર્ભા પત્ની સાથે પતિએ પણ કર્યો આપઘાતઃ સાત મહિના પહેલાં થયા હતા લગ્ન

ઉપલેટા.:  ઉપલેટામાં  નગરપાલીકાના પાણીના સંપ હાઉસ પાસે વર્ષોથી  ઝુપડામાં રહેતા એભાભાઇ  નવઘણભાઇ  માવલીયા અને તેની સગર્ભા પત્ની  રાજીબેન  એભાભાઇ માવલીયા નામના ગઢવી  દંપતીએ  તેના ઘરે મોડી રાત્રીના ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

     આ બનાવ અંગેની જાણ થતાં  પોલીસ દોડી ગઇ હતી. અને બંન્ને મૃતદેહો પીએમ અર્થે  હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. મૃતક દંપતીએ સાત માસ પહેલા જ જામનગર લગ્ન કર્યા હતા. અને  મૃતક રાજીબેનને  ચાર માસનો ગર્ભ હતો.  મૃતક એભાભાઇ પાંચાભાઇ  અને એક બહેનમાં પાંચમા નંબરે હતા.  આ બનાવના પગલે  ગઢવી પરીવારમાં  કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

(12:36 pm IST)