Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

મકનસર ગામ નજીક ટ્રેલર હડફેટે આધેડનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે પર વાહનોની હારમાળ સર્જાય છે ત્યારે અનેક અકસ્માતના બનાવો બનાવતા રહે છે ગઇકાલે બપોરના સુમારે એક ટ્રેલર ચાલકે બાઈક સવારને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના મકનસર ગામ નજીક બપોરના સુમારે ટ્રેલર આરજે ૧૯ જીસી ૧૪૨૪ એ બાઈક નંબર જીજે ૦૩ એફ એસ ૫૦૮૦ ના ચાલકને હડફેટે લીધો હતો અને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું ધટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસના તપાસનીશ અધિકારી નગીનદાસ નિમાવત અને રમેશભાઈ મુંધવા એ જણાવ્યું હતું કે મૃતકનું નામ અરવિદ રવજીભાઈ માકાસણા (ઉ.૪૨)  રહે-કુબેરનગર છે અને તેને બંધુનગર પાસે મોટર રીવાઈડીંગની દુકાન છે અને અરવિંદભાઈ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરતા હોય દરમિયાન ટ્રેલર હડફેટે લીધા હતા અને તેનું ધટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ગિરધર ઉર્ફે ગીધા ભીમજીભાઈ વાધેલા, શામજી ઓઢીયાભાઈ ભીમ અને ગુલસીમ ઓઢીયાભાઈ ભીમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:20 pm IST)