Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

દેવભૂમિ દ્વારકા : સહકારી મંડળીઓની પ્રાથમિક વિગતો સંદર્ભે ઓનલાઈન પોર્ટલ તૈયાર કરાયું

સોસાયટીના તમામ હોદ્દેદારોની વિગતો તાત્કાલિક જિલ્લા રજીસ્ટ્રારની કચેરી ખાતેથી અપલોડ કરાવવાની રહેશે

દેવભૂમિ દ્વારકા:સરકાર દ્વારા સહકારી મંડળીઓની પ્રાથમિક વિગતો સંદર્ભે ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ક્રેડિટ, ગ્રાહક ભંડાર તથા અન્ય તમામ પ્રકારની સોસાયટીઓની તા.૧૫-૬-૨૦૨૩ સુધીમાં માહિતી N.C.D. PORTAL પર ઓનલાઈન ભરવાની હોવાથી સોસાયટીના તમામ હોદ્દેદારોએ વિગતો તાત્કાલિક જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જિલ્લા સેવા સદન, બીજા માળે, ધરમપુર લાલપુર રોડ, ખંભાળિયા કચેરી ખાતે સોમવારથી શુક્રવાર સુધીમાં સમય ૧૧ થી ૬ કલાક દરમિયાન સંપર્ક કરી સોસાયટીઓની વિગતો ઓનલાઈન કરાવવાની રહેશે. આ માટે મદદનીશ સહકારી અધિકારી એન.કે.જોષીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ જાણકારી માટે મો.૭૯૯૦૨૪૮૭૨૪ ઉપર સંપર્ક કરવાનો રહેશે. જેની નોંધ લેવા જીલ્લા રજીસ્ટ્રાર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે

(1:20 am IST)