Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

સંભવિત વાવાઝોડા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સજજ

જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત

દેવભૂમિ દ્વારકા:ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બીપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. સંભવિત બીપોરજોય વાવાઝોડા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સજજ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માના જણાવ્યા અનુસાર હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બીપોરજોય અંગે આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ ઉપાયના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જરૂરિયાતના સમયે સ્થળાંતર કરવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા   સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ ઉપરાંત તાલુકા વાઈઝ લાયઝન ઓફિસરની નિમણુક કરવામાં આવી છે. રેસ્ક્યું વ્યવસ્થા, સહિતની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે

(1:18 am IST)