Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજૂલામાં રસ્તો પહોળો કરવાનાં પ્રશ્ને રેલ્વે તંત્ર અને ધારાસભ્ય અમરીશ ડેર આમને-સામનેઃ ધરપકડ થતા ઉપવાસ પર ઉતર્યા

માર્કેટીંગ યાર્ડ પાસેનો સતરિયા રોડ પરની કેબીનો રેલ્વેની જમીનમાં ખસેડવાની રજૂઆત દરમિયાન ધારાસભ્ય અને રેલ્વે પોલીસ વચ્ચે માથાકુટ

રાજુલા તા. ૮ :.. અહીંના ધારાસભ્ય અમરીશભાઇ ડેર અને રેલ્વે તંત્ર વચ્ચે રસ્તો પહોળો કરવાનાં પ્રશ્ને માથાકુટ સર્જાતા રાજૂલા પોલીસ દ્વારા ધારાસભ્ય શ્રી ડેરની ધરપકડ કરવામાં આવી હતી. આથી ધારાસભ્ય શ્રી પોલીસ સ્ટેશનમાં જ આ પ્રશ્ને ઉપવાસ પર ઉતરી જતાં ખળભળાટ મચી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજૂલા માર્કેટ યાર્ડ પાસેનાં સતરીયા રોડ પર એસ. ટી. વર્કશોપ-૩, શોપીંગ કોમ્પલેક્ષ અને રસ્તા પર ર૦ થી વધુ કેબીનો છે. આથી રસ્તો સાંકડો છે જેથી દરરોજ ટ્રાફિક જામ થાય છે.

આ સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય અમરીશભાઇ ડેર દ્વારા આ રોડ પર આવેલ રેલ્વેની ખુલ્લી જગ્યામાં કેબીનો રાખીને રસ્તો પહોળો કરવા રેલ્વે તંત્રને અનેક રજૂઆતો કરેલ પરંતુ છતાં સમસ્યાનો અંત નહી આવતાં. આ પ્રશ્ને રેલ્વે તંત્ર અને ધારાસભ્ય શ્રી ડેર આમને-સામને આવી ગયેલ અને રેલ્વે પોલીસ તથા ધારાસભ્ય વચ્ચે માથાકુટ થતાં રાજૂલા પોલીસે ધારાસભ્ય અમરીશ ડેરની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશને લઇ જતાં ધારાસભ્ય શ્રી ડેર પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ પર ઉતરી ગયા હતાં.

(3:39 pm IST)