Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ધોરાજી પાસેના ભુતવડની સરસ્વતી વિદ્યાપીઠમાં મંજૂરી વગર પરીક્ષા લેવાઈ :પરીક્ષામાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં

અંદાજિત 50-60 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા : મેસેજ કરીને પરીક્ષા માટે બોલાવાયા : નિયમોના ઉલાળિયા કરીને પરીક્ષાનું આયોજન કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જોખમ લીધું

ધોરાજી પાસેના ભુતવડની સરસ્વતી વિદ્યાપીઠમાં મંજૂરી વગર પરીક્ષા લેવાઈ હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે પરીક્ષા દરમ્યાન કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવ્યું નથી.

કોરોનાકાળની બીજી લહેર હજુ માંડ ઓસરતી થઈ છે, ત્યાં સંભવિત ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થય ન જોખમાય તેથી તમામ પ્રકારની શૈક્ષણિક ગતિવિધિઓ બંધ રાખવામા આવી છે તેમ છતાં સરકારના નિયમોના ઉલાળિયા કરીને પરીક્ષાનું આયોજન કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જોખમ લીધું છે.

જાણવા મળ્યું છે કે પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું નથી.

અંદાજિત 50-60 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને મેસેજ દ્વારા જાણ કરી સંસ્થાએ પરીક્ષા માટે બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ પ્લાનિંગથી પરીક્ષા લેવાઈ હોવાનું સંસ્થા દ્વારા રતન કરવામાં આવી રહ્યું છે.

(12:37 am IST)