Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

મોરબીના રફાળેશ્વરની મહિલા બુટલેગર પાંચ જિલ્લામાં હદપાર : જૂનાગઢ જિલ્લામાં મોકલવા તજવીજ

 

મોરબીના રફાળેશ્વર ગામની મહિલા બુટલેગર સામે તાલુકા પોલીસે કરેલી હદપારીને મંજુરી મળતા મહિલા બુટલેગરને જુનાગઢ જીલ્લા ખાતે મોકલવા તજવીજ હાથ ધરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના ઇન્ચાર્જ ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ગીતાબેન ભુપતભાઈ પરમાર (ઉ.વ.૪૨) અવારનવાર પ્રોહીબીશન અંગેની પ્રવૃતિમાં પકડાયેલ હોય જેની અસામાજિક પ્રવૃતિને ડામવા માટે અટકાયતી પગલા રૂપે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી હદપારી પ્રપોઝલ મુકવામાં આવેલ જે અનુસંધાને પ્રાંત અધિકારી મોરબી તરફથી હદપારી મંજુર થતા મોરબી, રાજકોટ શહેર-ગ્રામ્ય, કચ્છ, ભુજ, જામનગર અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી હદપાર માટેનો હુકમ થતા મોરબી તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતના સ્ટાફ દ્વારા મહિલા બુટલેગરને અટકાયતમાં લઇ જુનાગઢ જીલ્લા ખાતે મોકલવા તજવીજ હાથ ધરી છે

(1:06 am IST)