Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

રવિવારે ભાવનગર :ભગવાન જગન્નાથજી રથયાત્રાના કાર્યાલયનું ઉદ્દઘાટન:ધ્વજારોહણ અને ધર્મસભા યોજાશે

સંતો મહંતો અને રાજકીય આગેવાનો આમંત્રિતોની ઉપસ્થિતિમાં ઉદ્ધઘાટન

ભાવનગર:આગામી તા. જુલાઇએ ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણ તા.૯ને રવિવારે ડા.વિરડીયાનાં દવાખાનાં સામે કાભુભારોડ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

 દેશની ત્રીજા નંબરનની અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રા ભાવનગરમાં પરંપરાગત રીતે નીકળશે જગન્નાથજી રથયાત્રા મહોત્સાવ સમિતિ ટ્રસાટ ભાવનગર આયોજીત રથયાત્રાનાં કાર્યાલયનું આવતીકાલ તા.૯ને રવિવારે સવારે ૧૦ કલાકે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કાળુભા રોડ ખાતે કરવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને ધર્મસભા પણ યોજાશે.

રથયાત્રા કાર્યાલયનાં ઉદ્દઘાટન પ્રસંગે સંતો-મહંતો જેમાં ગરીબરામબાપુ, ઓલીયાબાપુ, રામચંદ્રદાસજી, લલિત કિશોરદાસજી, તપાનંદજી મહારાજ, વિશ્વંભરદાસજી, અનિરૂદ્ધ સ્વામી, વેણુગાયક દાસજી, રામપ્રિયદાસજી, માધવશરણદાસજી, દિપકબાપુ, તેમજ રાજકીય આગેવાનો, આમંત્રીતો વિગેરે ઉપસ્થિત રહેશે. પ્રસંગે સંતો મહંતો આશિર્વચન પાઠવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા રથયાત્રા મહોત્સવ સમિતિનાં અધ્યક્ષ સહિત હોદ્દેદારો, સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:54 pm IST)