Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

માધવપુર (ઘેડ)ના પાતામાં સાઇકલોન સેન્‍ટર બનાવવા સામે ગ્રામ્‍યજનોનો ઉગ્ર વિરોધઃ કોન્‍ટ્રાકટરોના ૨ વાહનો સળગાવ્‍યાઃ પીએસઆઇની ગાડી ઉપર પથ્‍થરમારોઃ કાચ તોડી નાખ્‍યા

પોરબંદરઃ માધવપુર (ઘેડ)ના પાતામાં સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલ સાઇકલોન સેન્‍ટરનો ગ્રામ્‍યજનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્‍યો છે ધાર્મિક જગ્‍યામાં આ સેન્‍ટર ન બનાવવા અનેક વખત રજુઆતો છતા ધ્‍યાન ન અપાતા આજે સાંજે લોકોના ટોળાએ કોન્‍ટ્રાકટરના ર વાહનો સળગાવી નાખ્‍યા હતા.

પીએસઆઇની ગાડી ઉપર પથ્‍થરમારો કરીને કાચ તોડી નુકસાન કર્યુ હતું.

સ્‍થળ ઉપર પોલીસ આવી જઇને ટોળાને વિખેરી પોલીસ બંદોબસ્‍ત રાખી દીધેલ છે ટોળાને વિખેરવા બળ પ્રયોગ કર્યાની ચર્ચા થઇ રહી છે.

(7:22 pm IST)