Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જસદણમાં આડાસંબંધના મનદુઃખમાં અરવિંદ દેવીપુજક પર છરીથી હુમલો

દેવપરાગામે પ્રેમ સંબંધ મામલે પ્રાગજીભાઇ કોળીના ઘરમાં ઘુસી ૪ શખ્સોનો હુમલો

રાજકોટ, તા., ૮:  જસદણમાં આડાસંબંધના મનદુઃખના કારણે દેવીપુજક યુવાન પર બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ લાતી પ્લોટ, સાત ડેરી પાસે અરવિંદભાઇ રામજીભાઇ દેવીપુજક (ઉ.વ.રપ) પર મનહર ઉર્ફે નવો નારણભાઇ ખીહડીયા તથા રાજુ  ઉર્ફે હડકાયો બોઘાભાઇ ગળીયા (રહે. બંન્ને જસદણ)એ છરી તથા લાકડીથી હુમલો કરી  મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત અરવિંદને બાજુમાં રહેતી મહિલા સાથે આડાસબંધ હોય તે મનદુઃખના કારણે ઉકત બંન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ઉકત બંન્ને શખ્સો સામે  ફરીયાદ થતા પીએસઆઇ આર.પી.કોડીયાતરે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જસદણના દેવપરા ગામની સીમમાં રહેતા પ્રાગજીભાઇ તળશીભાઇ કોળી (ઉ.વ.પ૦)ના ઘરમાં વિનુભાઇ ગોરધનભાઇ સદાદીયા, વિનુભાઇની પત્ની તથા વિનુભાઇના બે બનેવી સહિત ૪ શખ્સોએ ઘુસી જઇ લાકડી તથા પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. વિનુભાઇની બહેન તથા  ઇજાગ્રસ્ત પ્રાગજીભાઇનો પુત્ર મહેશ ૬-૭ દિવસ પહેલા પ્રેમસંબંધના કારણે જતા રહેલ હોય તે મનદુઃખના કારણે ઉકત ચારેય શખ્સોએ હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ થતા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ એ.જાડેજાએ તપાસ હાથ ધરી છે. (૪.૩)

(3:40 pm IST)
  • ભાવનગરમાં જેસરના પારડી ગામે બુટલેગરો બન્યા બેફામઃ દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલોઃ પોલીસે ૨ રાઉન્ડ ફાયરીંગ કર્યું access_time 3:36 pm IST

  • પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST

  • આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનારાઓ માટે આવતા મહિનાથી એએસએફ (એરપોર્ટ સિકયોરીટી ફી)માં ૩.૨૫ ડોલરમાંથી ૪.૮૫ ડોલરનો વધારો કરવામાં આવશે access_time 5:45 pm IST