Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આસામના શકિતપીઠ કામાખ્યા માતાજીના મંદિરે રરથી ૨૬ જૂન સુધી (અંબુવાસી મેળો) અનુષ્ઠાન

આ દિવ્ય સમયે માતાજીની આરાધના કરવા માટે ભાવિકો દુનિયાભરમાંથી ઉમટી પડશે

રાજકોટ તા. ૮ : આગામી રર જૂન શનિવારે આદ્રા નક્ષત્રમાં સુર્ય પ્રવેશ કરે છે. આવો પ્રસંગ વર્ષમાં એક વખત આવે છે. તેથી આ સમયે કામાખ્યાદેવીને રજસ્વલાનો સમય હોવાથી અને આ સમયે શિવજીનો મંદિરમાં વાસ હોય છે. જેને શિવશકિતનું મિલન એટલે કે શ્રી કામ્ય સિધ્ધ યોગ કહે છે.

આ સમયે માતાજીનું મંદિર બંધ હોય છે અને માતાજીની ઉપાસના માટેનો સિધ્ધયોગ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે વિશ્વભરમાંથી માતાજીના ભકતજનો આવીને માતાજીના મંદિરની પરીક્રમા જેને સોડશી કહેવામાં આવે છે તે સમયે માતાજીના પાઠ મંત્રજાપ, સાધના અનુષ્ઠાન, આરાધના કરવામાં આવે છે અને આ સમયે કરેલી માની ઉપાસના ફળદાયી બને છે અને છેલ્લે દિવસે યજ્ઞ, ક્ષરપણ, માર્જન, બ્રહ્મભોજન, દાન, દક્ષિણા અને ત્યાં ખાસ કરી કુમારીકા પુજનનું ઘણુ બધુ મહત્વ  રહેલુ છે. આ રીતે માતાજીનું અનુષ્ઠાન થાય છે. ગૌહાટીમાં જલારામ મંદિર છે. ત્યા રહેવા જમવાની સારી વ્યવસ્થા હોવાનું યાદીમાં જણાવાયુ છે. આ ઉપરાંત અનેકવિધ સંસ્થાઓ પણ ચાલતી હોવાનું જણાવાયું છે. તેનું સંચાલન રમાફૈબા કરે છે.

વિજયભાઇ શાસ્ત્રી (જસદણવાળા) (મો.૯૪૨૬૨ ૮૯૦૩૫) શ્રીયંત્ર (લક્ષ્મી) ની પૂજા અનુષ્ઠાન માટે છેલ્લા ૧૪ વર્ષથી અવિરત કામાખ્યા મંદિરે જાય છે તો જે લોકોએ શ્રીયંત્ર (લક્ષ્મી) યંત્રની ઉપાસના અનુષ્ઠાન કરવુ હોય અથવા કરાવવુ હોય તો શાસ્ત્રીજીનો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયુ છે.

કામાખ્યાના સિદ્ધ મંત્રપ્રયોગ

ઓમ ભુ ભુવઃ સ્વઃ કામાખ્યે વિદમહે ભગવત્ય ધી મહી તન્નો ગૌરી પ્રચોદયત

નોકરી-વેપાર માટે

ઓમ નમો ભગવતી કામાખ્યા સર્વજન મોહિની સર્વકાર્ય વરદાયની મમ વિકટ સંકટ હરણી મમ મનોરથ પુરણી મમ શોક વિનાશીની ઓમ નમઃ કામાખ્યૈ નમઃ

શરીરની રક્ષા માટે

ઓમ નમોઃ કામાખ્યા પરમેશ્વરી મમ શરીરે પાહી પાહી કુરૂ સ્વાહા

વિજયભાઈ વ્યાસ

શાસ્ત્રી (જસદણવાળા)

મો. ૦૯૪૨૬૨ ૮૯૦૩૫

(3:38 pm IST)