Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જૂનાગઢ વોર્ડ નં. ૧૯ના વિવિધ પ્રશ્નો ઉકેલોઃ કોર્પોરેટર પદેથી રાજીનામાની ચીમકી

પાણી, શૌચાલય સહિતના પ્રશ્નની સમસ્યા બુધવાર સુધીમાં હલ : કરવા કોંગી કોર્પોરેટર સવિતાબેન પરમારની માંગઃ કમિશ્નરને પત્ર

જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢ શહેરના વોર્ડ નં. ૧૯ના વિવિધ વિસ્તારમાં પાણી, શૌચાલય, સફાઈ સહિતના વિવિધ પ્રશ્નો તા. ૧૨ જૂન સુધીમાં ઉકેલવા કોંગી કોર્પોરેટર સવિતાબેન પરમાર દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. આ સમસ્યા બુધવાર સુધીમાં હલ નહિ થાય તો કોર્પોરેટર પદેથી રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે તેઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, વોર્ડ નં. ૧૯માં ટેકસ માટે માપણી કરાવી પૈસા વસુલ લેવા માટે જનરલ બોર્ડ તા. ૧૯ ફેબ્રુ.એ થયેલ ઠરાવ નં. ૫૨થી તમામ ઝૂપડપટ્ટીઓની માપણી કરી વેરો વસુલવા, પીવાના પાણી માટે વોર્ડ વિસ્તારમાં કમિશ્નરશ્રીના નિવાસ સ્થાન પાછળથી દોઢ કિ.મી.ના વિસ્તારમાં કોઈ પાણીની લાઈન હોય નહિ. તેવા સમયે પાણીના ટાંકા મુકવા, નવા બોર કરવા તથા શૌચાલય તથા સફાઈ સહિતના પ્રશ્ને તા. ૧૨ જૂન પહેલા ૧૦૦ ટકા નીરાકરણ કરવામાં નહી આવે તો કોર્પોરેટર પદેથી રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(1:37 pm IST)