Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ધારી પંથકમાં ઝાપટા : ચોમાસા પહેલા 'અગ્નિ' પરિક્ષા

મહત્તમ તાપમાનનો પારો ૪પ ડીગ્રીને પાર થઇ જતા સર્વત્ર હિટવેવ

રાજકોટ, તા. ૮ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતતમ તાપમાનનો પારો ૪પ ડીગ્રીને પાર થઇ જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આવા વાતાવરણ વચ્ચે કાલે સાંજના સમયે અમરેલી જીલ્લાના ધારી પંથકમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં થોડીવાર માટે ઠંડક પ્રસરી ગઇ હતી.

ચોમાસા પહેલાનો આકરો તાપ સૌરાષ્ટ્ર-કચ્છની અગ્નિ પરીક્ષા કરી રહ્યો હોય એમ શુક્રવારે સર્વત્ર હીટવેવ પ્રવર્તી ગયું હતું. રાજકોટ અને ભુજ ૪૪.ર ડીગ્રી તાપમાન સાથે રેડએલર્ટની કગાર પર પહોંચી ગયા છે, તો રાજયભરમાં જયાં સહુથી વધુ ઉષ્ણતામાન (૪પ.૩ ડીગ્રી સેલ્સિયસ) નોંધાયું એ સુરેન્દ્રનગર તો ફરી રેડએલર્ટની સ્થિતિમાં મૂકાઇ ગયું. છે. હજુ શનિવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાંં હિવટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

પડોશી રાજયો રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તથા વિદર્ભમાં પ્રવર્તી રહેલા હીટવેવ સાથે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીવટવેવ રહેશે. એમ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

શુક્રવારે રાજકોટમાં દિવસભર બળબળતો તાપ પડયો હતો, બપોરે માર્ગો પર ચહલપહલ મર્યાદિત રહી ગઇ હતી અને રાહદારીઓ અંગ દઝાડતી 'લૂ'થી પરેશાન થઇ ગયા હતા. નોંધનીય છે કે, સામાન્ય રીતે જૂન માસમાં આટઆટલો તાપ પડતો નથી, ભેજ વધી જવાના લીધે બફારો અને ધામ વરતાતા હોય છે એને બદલે કાલે સાંજે હવામાં ભેજનું પ્રમાણ ૧૬ ટકા જેવું સામાન્ય હતું અને ગત ૭ જુનાના ૪૧.૩ ડીગ્રી સામે આ ૭ જૂને થર્મોમીટરનો પારો ૪૪.ર ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ જ રીતે, જુનાગઢ, જામનગર, મોરબી, સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકોએ અને અબોલ પશુ-પક્ષીઓએ ભારે તાપનો સામનો કરવો પડયો હતો.

કાળઝાળ ગરમીનું જોર યથાવત છે. હજુ પણ બે દિવસ હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ રહેશે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન ૪૪ થી ૪પ ડીગ્રી રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નોંધાયેલા તાપમાનમાં રાજયમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ૪પ.૩ ડીગ્રી અને ત્યારબાદ ડીસામાં ૪પ.૧ ડીગ્રી તાપમાન રહ્યું છે. જયારે ગાંધીનગરમાં ૪૪.૮ ડીગ્રી તાપમાન રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં ૪૪.ર ડીગ્રી, રાજકોટમાં ૪૪.ર ડીગ્રી, ભૂજમાં ૪૪.ર ડીગ્રી તેમજ કંડલા (એરપોર્ટ)માં પણ ૪૪.ર ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં ૪૩.૮ ડીગ્રી જેટલું ઉંચુ તાપમાન રહ્યું છે.

અસહ્ય ગરમીના કારણે લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે રસ્તો સુમસામ જોવા મળે છે. લોકો ગરમીથી બચાવ માટે લીંબુ સરબત અને અન્ય ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ વધતું હોય એવું નિષ્ણાતોનું માનવું છે.

જો કે ર૪ કલાક બાદ હજુ કેરળમાં ચોમાસુ બેસશે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ૯ જૂનના લો-પ્રેશર બેસશે. જેના કારણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

દરમિયાન કાલે સુરેન્દ્રનગરમાં ૪પ.પ ડીગ્રી ગરમી નોંધાઇ હતી. તો જૂનાગઢમાં આ સીઝનનું વિક્રમી કહી શકાય તેવું ૪ર.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ન્યુનત્તમ તાપમાન પણ ર૭.૬ ડીગ્રી જેવું ઉચું રહ્યું હતું. ભાવનગરમાં કાલે ૩૮.૬ ડીગ્રી મહત્તમ અને લઘુત્તમ ર૯.૬ ડીગ્રી નોંધાયું હતું. જયારે પવનની ઝડપ સરેરાશ ૩૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.

અમરેલી

અમરેલી : જિલ્લામાં સમી સાંજે કાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક ગામમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર વિસ્તારમાં ગરમીથી રાહત મળી હતી.

અમરેલી જીલ્લાના ધારી પંથકમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ધીમા પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાઇ ગયું અને વરસાદી ઝાપટુ પડયું હતું. કાળઝાળ ગરમીથી શેકાઇ રહેલા અમરેલીવાસીઓને અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે.

અમરેલીના ધારી પંથકના ગઢીયા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદે સારી મેઘ મહેર કરી, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થઇ ગયા અને રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગર હવામાન

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૮ મહત્તમ, ર૮ લઘુત્તમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૬.૭ પ્રતિક કલાક પવનની ગતિ રહી હતી.

શહેર

હવામાન

અમદાવાદ

૪૪.ર ડીગ્રી

ડીસા

૪પ.૧ ''

વડોદરા

૪૧.૪ ''

સુરત

૩૪.૬ ''

રાજકોટ

૪૪.ર ''

ભાવનગર

૩૮.૬ ''

પોરબંદર

૩પ.૪ ''

વેરાવળ

૩૩.૩ ''

દ્વારકા

૩ર.૮ ''

ઓખા

૩૩.૭ ''

ભુજ

૪૪.ર ''

નલીયા

૩૬.૮ ''

સુરેન્દ્રનગર

૪પ.૩ ''

ન્યુ કંડલા

૩૮.૯ ''

કંડલા એરપર્ટ

૪૪.ર ''

અમરેલી

૪૩.૮ ''

ગાંધીનગર

૪૪.૮ ''

મહવા

૩૬.ર ''

દીવ

૩પ.૪  ''

વલસાડ

૩૩.૯ ''

(11:42 am IST)
  • કોર્ટ પટાંગણમાંથી મેભલો રફુચક્કર રાજકોટ કોર્ટના પટાંગણમાંથી ઈભલાનો ભાઈ મેભલો ફરાર થઈ જતાં પોલીસની દોડધામ access_time 5:45 pm IST

  • બ્રેઈન ટ્યુમર માટે નવી સારવાર પદ્ધતિ જાહેર થઈ અમેરિકા અને ભારતમાં બ્રેઈન ટ્યુમરની સારવાર માટે બેંગાલુરૂ સ્થિત 'એસબીએફ હેલ્થ કેર એન્ડ રીસર્ચ સેન્ટર' આજે ખાસ - નોન ઈન્વેઝીવ સીકવેન્સીયલ મેગ્નેટીક ફિલ્ડ થેરપીની જાહેરાત કરી છે access_time 5:43 pm IST

  • પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST