Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જૂનાગઢમાં શ્રમિકોના પ્રશ્ને સોમવારે મઝદૂર સંઘ દ્વારા ધરણા અને આવેદન

જૂનાગઢ તા. ૮ : ભારતીય મઝદૂર સંઘના જિલ્લા અધ્યક્ષ અશોકભાઇ મેઘપરા અને જિલ્લામંત્રી સુરેશભાઇ ભટ્ટ જણાવે છે કે લાંબા સમયથી શ્રમિકોના પડતર પ્રશ્નોને લઇ ભારતીય મઝદૂર સંઘ દ્વારા દરેક જિલ્લામાં સમાહર્તાશ્રી મારફત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને તા.૧૦ સોમવારે સાંજે ૪ થી ૬ ધરણા યોજી આવેદનપત્ર આપવાનુ નકકી કરેલ છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં સમાહર્તાશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને સોમવારના રોજ સાંજ ૪ થી ૬ ધરણા યોજી આવેદનપત્ર આપવાનુ નકકી કરેલ છે.

મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે આંગણવાડી (વર્કર - હેલ્પર)ને ઓકટોબર ૧૮ થી પગાર વધારો એરીયર્સ સાથે ચુકવવુ, આશા વર્કર બહેનોને ઇન્ટેન્સીવમાં વધારો કરવો. બાંધકામ બોર્ડ તથા ગુજરાત રાજયના લઘુતમ બોર્ડની રચના કરવી તેમજ શિક્ષણ સહાય તાત્કાલીક ચુકવી આપવી. તેમજ એસટી ન.પા.ઓ, સિમેન્ટ ઉદ્યોગ, તેમજ તમામ બોર્ડ નિગમના કર્મચારીઓને છઠ્ઠા અને સાતમા પગારપંચનો લાભ આપવો. આ શ્રમિકોના પ્રશ્ને ભારતીય મઝદૂર સંઘ દ્વારા ૧૦ જૂનના રોજ કલેકટર ઓફીસ પાસે ધરણા આંદોલન કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય મઝદૂર સંઘ પ્રદેશ અગ્રણી નવનીતભાઇ શાહ, જિલ્લા અધ્યક્ષ અશોકભાઇ મેઘપરા, જિલ્લા મંત્રી સુરેશભાઇ ભટ્ટ, બાંધકામ મઝદૂર સંઘના અગ્રણી ધીરૂભાઇ સોલંકી, ભુરાભાઇ માંડણ, આંગણવાડી બહેનોના અગ્રણી કંચનબેન દેવમુરારી, આશાવર્કર રૂપલબેન, પ.વ.ડીના ભીખુભાઇ કનાડા, જેડીસીસી બેંકના પ્રવિણભાઇ જોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:38 am IST)