Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અંજારના દૂધઈ ગામે ખેતર માટે પિતાને મારનાર પુત્રને ભાઈ-બહેનોએ ઝેર પીવડાવ્યું

પહેલા પોતે ઝેર પીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યા બાદ પોલીસ તપાસમાં થયો ધડાકો

ભુજ, તા.૮:  ત્રણ દિવસ પહેલા અંજારના જૂની દૂધઈ ગામે ખેતર પોતાને નામ કરવાના મુદ્દે ૮૧ વર્ષીય પિતા ગણેશભાઈ ચામરીયા, પટેલને તેમના ૫૮ વર્ષીય પુત્ર રૂપાભાઈ ચામરીયા પટેલે માર માર્યો હતો અને પછી પોતે ઝેર પી લીધું હતું. તેમને બેભાન અવસ્થામાં અંજાર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમ્યાન પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે, પિતા ઉપર મોટાભાઈએ હુમલો કરતા ઉશ્કેરાયેલા નાના ભાઈ બહેનો પુંજા ગણેશા ચામરીયા પટેલ, જશુબેન કરસન ગોઠી, પટેલ અને કાંતાબેન દામજી પટેલે હુમલો કરનાર રૂપાભાઈને માર મારી ઝેર પીવડાવ્યું હતું. પોલીસે તપાસ કરી ગુનો નોંધાયો છે.

(11:38 am IST)